રાજકોટમાં ભારેવરસાદ ના કારણે જન્માષ્ટમીના મેળાની મજા બગડી, રેસકોર્સ મેદાનમાં ગોઠણ સમા પાણી ભરાયા.

Unknown
આજે રાજકોટમાં બારેમેઘ ખાગાં જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. બપોર પછી વરસાદે રાજકોટને જાણે બાનમાં લીધુ હોય તેમ મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર કરી દીધા હતા. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સવારથી બપોરના એક વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. 
રાજકોટના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીના પાંચ દિવસના મેળાનું આયોજન થયું છે. પણ શહેરમાં ચાર ઈંચ જેટલો વરસાદ પડતા રેસકોર્સ મેદાનમાં ગોઠણ સમા પાણી ભરાયા હતા. જેના કારણે લોકોમાં મેળાનો આનંદ માણવાનો મૂળ થઇ ગયો છે, તો આયોજકો, રાઈડ સંચાલકો અને ખાણીપીણીના સ્ટોલ લગાવનારાઓને આર્થિક નુકસાન થયું છે.લોકમેળાને વરસાદી પાણીનું વિધ્ન નડ્યું હતું. રાજકોટમાં ભારે વરસાદના કારણે મેળાના સ્ટોલ ધારકોએ એક દિવસ મેળો લંબાવવાની માગ કરી હતી. 
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !