અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ, તથા શ્રી ઉમિયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના

Machhu news morbi
 અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ, તથા શ્રી ઉમિયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી અને રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટી ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પ્રભારી એવા શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ ની રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુક્તિ કરવામાં આવી.

 અમદાવાદ : આજ તારીખ : ના રોજ રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટી ની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પવન કુમાર દ્વારા અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા શ્રી ઉમિયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ  ના મેનેજીંગ ટ્રસ્ટી અને આપકી આવાજ ઈન્ડિયા ન્યૂઝ ના ગુજરાત પ્રદેશ  અધ્યક્ષ, રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટી ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત માં સામાજિક ક્ષેત્રે અગ્રેસર એવા શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ ની રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટી ના રાષ્ટ્રીય  અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની મંજૂરી આપતા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પવનકુમાર સિંહ એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં પાર્ટીને આગળ લઈ જવા માટે શ્રી ધર્મેન્દ્ર પટેલ જી એક યોગ્ય વ્યક્તિ છે. નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ, સમાજના હિતમાં અને દરેક પ્રત્યે પ્રેમથી કામ કરે છે. તેઓ એક વિકાસશીલ વ્યક્તિ છે, તેઓ તન અને ધનથી ભરપૂર જીવન સમાજની સેવા માટે સમર્પિત કરવાની ક્ષમતા ધરાવનાર સમાજ સેવક છે. અને તેઓ તેમની જવાબદારી સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે નિભાવશે એવી આશા વ્યક્ત કરી શ્રી પવન કુમાર સિંહે રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું આજ રોજ રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટી ના નવનિયુક્ત રાષ્ટ્રીય  અધ્યક્ષ તરીકે શપથ ગ્રહણ કરતા શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે શપથ લઉં છું કે પક્ષના બંધારણ અને બંધારણનું રક્ષણ કરતાં દેશ, અને મારા તમામ પદાધિકારીઓ, કાર્યકરોને હું સતત આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતો રહીશ, હું રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પવન કુમાર સિંહ જી નો પણ આભાર વ્યક્ત કરું છું અને ખાતરી આપું છું કે મારા પર જે વિશ્વાસ કરવામાં આવ્યો છે તે પ્રમાણે હું . ફરી એકવાર તમામ ગુજરાત રાજ્યના હોદ્દેદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને વિનંતી કરું છું કે આપણે બધા સાથે મળીને કામ કરીએ અને પાર્ટીને આગળ લઈ જઈએ. 
જય હિન્દ જય ભારત.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !