મોરબીમાં NDPSના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો

Machhu news morbi
મોરબી: મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાન રાજયના આરોપીને રાજસ્થાનથી મોરબી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે.
મોરબી પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફ સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હોય તે દરમ્યાન દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ એકટ ૧૯૮૫ ની કલમ-૮(સી), ૨૧(બી), ૨૯ વિ. મુજબના ગુનામા નાસતો ફરતો આરોપી મનોહર કલુરામ સોની રહે. સરનાઉ તા.જી.સાંચૌર (રાજસ્થાન) વાળો હાલે તેના રહેણાંક મકાને હોવાની ચોકકસ બાતમી મળતા જે બાતમીના આધારે પોલીસ ટીમ બનાવી રાજસ્થાન રાજયના સાંચૌર જિલ્લામાં તપાસ અર્થે મોકલતા એન.ડી.પી.એસ ગુનામાં નાસતો ફરતો આરોપી મનોહર કાલુરામ વીરમારામ સોની ઉ.વ. ૩૫ રહે. સરનાઉ તા.જી. સાંચૌર (રાજસ્થાન) વાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી ખાતે લાવી એન.ડી.પી. એસ ગુનામાં બી.એન.એસ.એસ. કલમ-૩૫ (૨)જે મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !