એ.સી.બી.ની સફળ ટ્રેપ ફરીયાદી* : એક જાગૃત નાગરીક
*આરોપી* : સોનલબેન D/O શંભુભાઇ દેસાઇ, તલાટી કમમંત્રી વર્ગ-૩ નવી પારડી ગામ તા.કામરેજ જી.સુરત
*ગુનો બન્યા* : તા.૦૫/૦૭/૨૦૨૪
*લાંચની માંગણીની રકમ* : રૂપિયા ૯,૦૦૦/-
*લાંચ સ્વીકારેલ રકમ* : રૂપિયા ૯,૦૦૦/-
*લાંચની રીકવર કરેલ રકમ* : રૂપિયા ૯,૦૦૦/-
*ગુનાનુ સ્થળ* : તલાટી કમ મંત્રીની ઓફિસમાં નવી પારડી ગામ ગ્રામ પંચાયત કચેરી તા.કામરેજ, સુરત
*ગુનાની ટુંક વિગત* : આ કામના ફરીયાદીશ્રીએ નવી પારડી ગ્રામ પંચાયતમા પોતાની વડીલો પાર્જીત મિલકતમાં પોતાના સીધીલીટીના વારસદારના નામો ચાલી આવતા હતા જે પૈકી ફરીયાદીના સાસુ અને બે નણંદનાઓના નામો કમી કરવા સોગંદનામુ આપવામાં આવેલ હતુ ત્યારબાદ આગળની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપીબેને રૂ. ૯,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આઘારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ જે દરમ્યાન આરોપીબેને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચિત કરી લાંચની રકમ સ્વિકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
*ટ્રેપીંગ અધિકારી* : શ્રી એસ.ડી.ધોબી પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. તથા સુરત ગ્રામ્ય એ.સી.બી. સ્ટાફ
*સુપર વિઝન અધિકારી* શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત