માળિયાના અણીયારી ટોલનાકા નજીકથી ગૌરક્ષકોની ટીમે બોલેરોમાં ખીચોખીચ પાડા નંગ ૦૮ ભરીને લઇ જવાતા હોય જે વાહન અને પશુ સહિતનો મુદામાલ પોલીસને સોપવામાં આવ્યો હતો પોલીસે બનાવ મામલે ગુનો નોધી તપાસ ચલાવી છે.
મોરબીના નવી ટીંબડીના રહેવાસી પાર્થ નેસડીયાએ આરોપી અનવર ગુલ્લા જત અને હૈદર અલીસાબ જત રહે બંને કચ્છ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા. ૦૬ જુલાઈના રાત્રીના ગૌરક્ષકોની ટીમને બામતી મળી હતી કે અણીયારી ટોલનાકા પાસેથી કચ્છ તરફથી અમદાવાદ બોલેરો પીકઅપ જીજે ૩૧ ટી ૫૧૫૫ માં પશુ ભરીને બે ઈસમો આવે છે જેથી ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી અને અણીયારી ટોલનાકા પાસે બોલેરો પીકઅપને ઝડપી લીધી હતી જે બોલેરો પીકઅપમાં ટૂંકા દોરડાથી ક્રુરતાપૂર્વક છ પાડી અને ૨ પાડા જીવ નંગ આઠ મ્લોઈ આવ્યા હતા જે પશુ માટે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા નહિ રાખી ગેરકાયદે હેરાફેરી કરવામાં આવતી હતી