સિનીયર સિટીજન ક્લબ બીલીમોરા દ્વારા તેજસ્વી તારલાના સન્માનનો કાર્યક્મ અને ડો.ઈન્તખાબ અંસારી દ્વારા પ્રેરક પ્રવચન યોજાયું.
તા. ૩૦-૬-૨૪ ને રવીવારે સિનિયર સીટીજન ક્લબ બીલીમોરા દ્વારા ગણદેવી તાલુકામાં ગુજરાત માધ્યમિક બોર્ડમાંની ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં પ્રથમ આવનાર
વિવિધ શાળાના વિધ્યાર્થીઓને તેમજ ધોરણ ૧૦ અને ધો.૧૨ ના વિવિધ વિષયોમાં સૌથી વધુ ગુણ મેળવનાર ૪૦ થી વધુ તેજસ્વી તારલાનું સન્માન પ્રમુખશ્રી ડો. નલિનીબેન ગીલીટવાળા મુખ્ય વક્તા ડો. એ. કે.અન્સારી , પૂર્વ પ્રમુખો પ્રિ.બી.એચ.પટેલ સાહેબ, પ્રો.
જી.કે. પટેલ ક્લબના સિનિયર સભ્યો અને પ્રથમ, દ્વિતીય ઉપ પ્રમુખ, મંત્રીશ્રી , તથા દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય વક્તા ડો. એ. કે. અન્સારીએ “જીવન અને શિક્ષણનો અનુબંધ” સંદર્ભે મનનીય વક્તવ્ય આપ્યું હતું .
કાર્યક્રમનો સુંદર પ્રતિભાવ પ્રિ. બી.એચ.પટેલ સાહેબે આપ્યો હતો. આભાર વિધિ મંત્રી શ્રી નીતિનભાઇ મહેતાએ કરી હતી.