*રાજકોટ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૬.૪૫ મી.મી વરસાદ: સૌથી વધુ ઉપલેટા તાલુકામાં ૫૭ મી.મી વરસાદ*
*રાજકોટ તા. ૧૧ જુલાઈ -* હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં જોરદાર વરસાદ નોંધાયો છે. જે મુજબ છેલ્લા ૨૪ કલાકમા જેતપુર ૦૪ મી.મી., ધોરાજી ૧૦ મી.મી., ઉપલેટા ૫૭ મી.મી. વરસાદ અને જિલ્લાનો સરેરાશ ૬.૪૫ મી.મી વરસાદ નોંધાયો છે, તેમ જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે.