રાજકોટ જિલ્લાના આઠ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક.

Machhu news morbi
*રાજકોટ જિલ્લાના આઠ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક*

*રાજકોટ તા. ૧૧ જુલાઈ -* રાજકોટ જિલ્લાના આઠ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયા મુજબ, ભાદર ડેમમાં ૦.૫૬ ફૂટ, ફોફળ ડેમમાં ૦.૩૯ ફૂટ, વેણુ-૨ ડેમમાં ૨.૮૯ ફૂટ, આજી-૩ ડેમમાં ૦.૫૯ ફૂટ, ડોંડી ડેમમાં ૨.૧૩ ફૂટ, ન્યારી-૨ ડેમમાં ૦.૩૩ ફૂટ, નવા નીર આવ્યા છે. 
 ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, અત્યાર સુધીમાં આવેલા નીરના કારણે ભાદર ડેમ ૧૦.૭૬ ટકા, ફોફળ ડેમ ૪૩.૧૩ ટકા, વેણુ-૨ ડેમ ૫૨.૪૭ ટકા, આજી-૩ ડેમ ૨૪.૮૩ ટકા, ડોંડી ડેમ ૪૦.૩૦ ટકા, ન્યારી-૨ ડેમ ૫૨.૬૪ ટકા ભરાયો છે.  હાલ આજી-૨ ડેમનો એક દરવાજો ૦.૦૭૫ મીટર તથા ભાદર-૨ ડેમનો એક દરવાજો ૦.૨૨૮ મીટર ખુલ્લો છે. 

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !