અમદાવાદ: કિશોરીને ફસાવીને દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની કેદ, પોક્સો કોર્ટે સંભળાવી આકરી સજા
અમદાવાદ: કિશોરીને ફસાવીને દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની કેદ, પોક્સો કોર્ટે સંભળાવી આકરી સજા.ફેબ્રુઆરી 2019માં નારોલમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં નરાધમને સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષની આકરી કેદની સજા અને 50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. નારોલમાં 16 વર્ષની સગીરાને પાડોશમાં રહેતા 22 વર્ષીય દશરથ પરમારે પ્રેમ જાળમાં ફસાવી હતી.પ્રેમજાળમાં ફસાવીને નરાધમે આચર્યું હતું દુષ્કર્મ પ્રેમજાળમાં ફસાવીને નરાધમે કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી હતી. 13 ફેબ્રુઆરી 2019ના રોજ યુવકે કિશોરીનું અપહરણ કર્યું હતું, ત્યાર બાદ અલગ અલગ સ્થળો પર લઈને ભાગતો ફરતો હતો. નરાધમ કિશોરીને વાંરવાર લગ્નનું વચન આપીને દુષ્કર્મ આચરતો હતો.સગીરા પર દુષ્કર્મ થયાનું કોર્ટમાં સાબિત થયું સગીરા અચાનક ગાયબ થઈ જતા તેની માતાએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. નારોલ પોલીસે સગીરાની માતાની ફરિયાદને લઈને આરોપીને દબોચવા માટે ચક્રો ગતીમાન કર્યા હતા. ગણતરીના દિવસોમાં જ આરોપી દશરથ પરમાર ઝડપાઈ ગયો હતો. આરોપીની આકરી પૂછપરછ કરતા સઘળી હકીકત સામે આવી હતી, પોલીસે કેસ સંબંધિત દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજુ કર્યા હતા, તે જોતા સગીરા પર દુષ્કર્મ થયાનું કોર્ટમાં સાબિત થયું હતું. સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવ્યો હતો.