મોરબી, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જીલ્લામાં પ્રોહીબીશનના કુલ ૭ ગુનામાં નાસ્તા ફરતા ત્રણ ઇસમોને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ આણંદ જીલ્લાના ખંભાત ખાતે હોવાની બાતમી મળતા ટીમને સ્થળ પર રવાના કરી હતી જ્યાં તપાસ કરતા આરોપીઓ દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ રહે મોરબી, રવીન્દ્ર ઉર્ફે રવિ નટુભાઈ વિડજા રહે હાલ ઘૂટું રોડ હરિઓમ પાર્ક સોસાયટી મોરબી અને જયેશ ઉર્ફે જયપાલ બાબુભાઈ અંબાસણીયા રહે વજેપર મોરબી વાળાને મોરબી કચેરી લાવી અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી એ ડીવીઝન પોલીસ મથકને સોપવામાં આવ્યા છે. જે આરોપીઓ મોરબી એ ડીવીઝન ઉપરાંત તાલુકા પોલીસ, સુરેન્દ્રનગર જીલ્લાના મુળી પોલીસ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સીટી પોલીસ, તેમજ ગાંધીનગર સહિતના પોલીસ મથકમાં સાત જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.
મોરબી. સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં પ્રોહીબીશનના સાત ગુનામાં સંડોવાયેલ ત્રણ ઈસમો ઝડપાયા
જુલાઈ 01, 2024
Tags