વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગર જિલ્લા ગ્રામ્ય તેમજ કાલાવડ પ્રખંડ દ્વારા કાલાવડ સરદાર પટેલ ચોક ખાતે આતંકવાદીનું પૂતળું સળગાવી, આતંકવાદ હાય હાય નાં નારા સાથે વિરોધ પ્રદર્શન
તા. ૦૯-૦૬-૨૦૨૪ નાં રોજ જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓ પર આતંકવાદીઓ દ્વારા બસ ને ટાર્ગેટ કરી શ્રઘ્ધાળુઓ પર અંધાધુન ફાયરિંગ કરવામાં આવેલ. જેમા ૧૦ શ્રઘ્ધાળુઓનાં મોત નીપજ્યા હતા અને અન્ય ૩૩ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ હોય જેના વિરોધમાં જામનગર જિલ્લાના કાલાવડ નાં સરદાર પટેલ ચોક ખાતે તા. ૧૨/૦૬/૨૦૨૪ ને બુધવાર નાં રોજ સાંજે ૫:૦૦ વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ જામનગર જિલ્લા ગ્રામ્ય તેમજ કાલાવડ પ્રખંડ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ સંબોધીને કાલાવડ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવેલ તેમજ કાલાવડ સરદાર ચોક પાસે આતંકવાદી નાં પૂતળાને સળગાવી, આતંકવાદ હાય હાય નાં સૂત્રોચાર લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. જેમાં જામનગર જિલ્લા ગ્રામ્ય અને કાલાવડ પ્રખંડ નાં કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સનાતનીઓ ઉપસ્થિત રહ્યા હતાં.