વઢવાણના ઘરશાળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કિશોરીઓમાં હિમોગ્લોબીનની તપાસણી અંગે કેમ્પ યોજાયો

Machhu news morbi
*વઢવાણના ઘરશાળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કિશોરીઓમાં હિમોગ્લોબીનની તપાસણી અંગે કેમ્પ યોજાયો*

*કિશોરીઓને ફોલિક એસિડની ટેબ્લેટ અને ઓ.આર.એસ.નું વિતરણ કરાયું*

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ખાતે આંગણવાડીઓના સહયોગથી ઘરશાળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કિશોરીઓમાં હિમોગ્લોબીનની ઉણપ અંગે ચકાસણી કેમ્પ યોજાયો હતો. 

આ કેમ્પમાં ૪૦ જેટલી કિશોરીઓના હિમોગ્લોબીનની તપાસ મેડીકલ ઓફિસર દ્વારા કરવામાં આવી હતી. તદુપરાંત કિશોરીઓને ફોલિક એસિડની ટેબ્લેટ તેમજ ઓ.આર.એસ.નું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ફીમેલ હેલ્થ વર્કર નિમિષા પરમાર,આંગણવાડી કાર્યકર મોનાબેન મોદી ,આશા વર્કર દર્શનાબેન, હંસાબેન લકુમ, કાર્યકર બહેનો સહીત કીશોરીઓએ લાભ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, કિશોરીઓમાં પોષક તત્વોની ઉણપના કારણે જેમ કિશોરીઓની આયુમાં વધારો થાય તેમ શરીરના આંતરીક અંગોનો વિકાસ થતો નથી અને પરિણામે કિશોરીઓ શારીરીક સ્થુળતાનો ભોગ બને છે. કિશોરીઓનો શારીરિક વિકાસ સારી રીતે કોઈપણ ઉણપ વિના થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીઓના માધ્યમથી આરોગ્ય તજજ્ઞો દ્વારા કિશોરીઓના હિમોગ્લોબીનની ઉણપ અંગે ચકાસણી માટે સમયાંતરે કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. 
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !