મોરબીના ધક્કાવાળી મેલડી મંદિર નજીક બોલેરોએ બાળકો સહિતના ચારને હડફેટે લીધા
મોરબી શહેરના સ્ટેશન રોડ પર આવેલ ધક્કાવલી મેલડી માતાજી મંદિર નજીક રવિવારે સાંજના સુમારે અકસ્માત સર્જાયો હતો જેમાં પુરપાટ વેગે જતી બોલેરોના ચાલકે છકડો અને બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો તેમજ બાળકો સહીત ચાર લોકોને હડફેટે લેતા ઈજા પહોંચી હતી.
મોરબીના સ્ટેશન રોડ પરના શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર પાસે બોલેરો ચાલકે અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો ચાલકે છકડો રીક્ષા અને બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં બાઈક સવાર બે બાળકો અને મહિલા સહીત ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અકસ્માત બાદ બોલેરો સ્થળ પર મૂકી ચાલક ફરાર થયો હતો બનાવ મામલે પોલીસને જાણ કરતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.