વાણીયા મીલ હાઇસ્કુલ આંતલીયા.
આજરોજ તારીખ 25-6- 2024 ના સવારે 10:30 કલાકે
અમારી શાળામાં જય રાધે ક્રિષ્ના જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નોટબુક વિતરણ તથા કિડ્સ વિતરણ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત માજી કેબિનેટ મંત્રીશ્રી અને શાળાના પ્રમુખશ્રી કરસનભાઈના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. શાળામાં જય રાધે ક્રિષ્ના જીવ દયા ટ્રસ્ટના પ્રમુખશ્રી સાંઈલાલભાઈ તથા જીવ દયા ટીમ બીલીમોરા તથા નવસારીના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. અમારી શાળા પરિવારના બાળકોને નોટબુક સાથે કિડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આશરે 150 જેટલા બાળકોને તમામ વિષયની નોટબુક વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે શાળાના પ્રમુખશ્રી તથા શાળાના આચાર્યશ્રીએ વિશેષ આભાર માન્યો હતો.