2024 ચૂંટણી પરિણામને લઈ સેન્સેક્સ માં 3800 પોઇન્ટ નો કડાકો

Unknown
                       નિફ્ટીમાં 900 પોઇન્ટનો કડાકો
                  શેરબજાર ધડામ, રોકાણકારો ધોવાયા
           લોકસભા ચૂંટણીના પરિણામને લઈ માર્કેટ નિરાશ.
ભારતીય શેરબજારમાં આજે સવારથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતીય શેરબજાર આજે એટલે કે, 04 જૂને મંગળવારે તોતિંગ ગાબડાં સાથે ઓપન થયું હતું. જ્યારે ગઈકાલે માર્કેટે ઐતિહાસિક વધારા સાથે બંધ થયું હતું. લોકસભા ચૂંટણીના પરિણામો આવવા શરૂ થઈ ચુક્યા છે. ત્યારે માર્કેટમાં 3100નું ગાબડું જોવા મળી રહ્યું છે. શરૂઆતના ટ્રેન્ડમાં NDA ગઠબંધન અને ઈન્ડિયાએ 200નો આંકડો વટાવી ચુક્યો હોવાથી માર્કેટમાં અસમંજસતા જોવા મળી રહી છે. સવારથી માર્કેટમાં ભારે ઉથલ-પાથલ થઈ છે.
       ગઈકાલે માર્કેટે ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી
લોકસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલા 3 જૂને સેન્સેક્સ 2,777 પોઈન્ટ વધીને 76,738 પર અને નિફ્ટી 808 પોઈન્ટ વધીને 23,338 પર પહોંચ્યો હતો. જોકે, બાદમાં બજાર તેના ઉપલા સ્તરોથી થોડું નીચે આવ્યું અને સેન્સેક્સ 2,507 પોઈન્ટ વધીને 76,468 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 733 પોઈન્ટ વધીને 23,263ની સપાટીએ બંધ રહ્યો હતો.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !