ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અંતર્ગત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં વી એસ પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરા કેન્દ્રમાં 7 થી 15 વર્ષના બાળકો નો યોગ સાથે સર્વાંગી વિકાસ થાય તે હેતુથી નિશુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં દરેક વિદ્યાર્થીને ભારતની સંસ્કૃતિ, ગીતાના શ્લોકો યોગાસનો,પારંપરિક રમતો, મગજ વિકસિત થાય તેવી રમતો, પ્રાર્થના, ધ્યાન નો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો સાથે જુદી જુદી કૃતિઓ જેવી કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, કૃષ્ણ,અર્જુન, મહર્ષિ પતંજલિ, મહર્ષિ વેદ વ્યાસ જેવા પાત્રો ની વેશ ભૂસા પહેરી તેમના જીવન ચરિત્ર વિશે માહિતી આપી હતી પોતાના દાદા દાદી ને લાવીને તેમની વડીલોની પૂજા કરી અને આશીર્વાદ લીધા હતા. યોગ પિરામિડો બનાવ્યા હતા,
પોતાના ઘરના રમકડા અને અન્ય વસ્તુઓ ગરીબ બાળકોને અર્પણ કરી હતી, યોગ જાગૃતિ માટે રેલી કાઢી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દરેક દિવસ બાળકોને પૌષ્ટિક નાસ્તો કરાવવામાં આવ્યો હતો છેલ્લા દિવસે બાળકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું આ સમર કેમ્પનું ઉદઘાટન બીવી કે મંડળના પ્રમુખ ભુપેન્દ્રભાઈ અમીન અને ચેરમેન ભરતભાઈ અમીન તથા રમતગમત અધિકારી અલ્પેશભાઈ દ્વારા કરાવવામાં આવ્યું હતું સમર કેમ્પ ની મુલાકાત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોડીનેટર પ્રીતિબેન પાંડે, જિલ્લા કોર્ડીનેટર ગાયત્રીબેન તલાટી, વનિતાબેન નેમાણી બીએચ પટેલ, ડૉ.એ આર બજાજ ર્ડા.આશાબેન ભટ્ટ, પ્રિ. પાકીઝા બેન લીધી હતી આ કેમ્પમાં રીયલ ડ્રીમ તરફથી દરેક બાળકોને ફોલ્ડર ગાયત્રીબેન તલાટી દ્વારા પીગી બૅંક, તૃપ્તિબેન મકવાણા તરફથી પેન પેન્સિલ સંચો રબર, તથા પાઉચ પેન જેવી વસ્તુઓ દાનવીરોએ બાળકોને આપી પ્રોત્સાહિત કર્યા હતા
કેમ્પનું સંપૂર્ણ આયોજન ગુજરાત રાજ્ય બોર્ડ જિલ્લા કોર્ડીનેટર ગાયત્રીબેન તલાટીના અધ્યક્ષતામાં સંચાલક મનિષાબેન દેવતા, લોપા દેસાઈ દર્શના પટેલ તથા યોગબોર્ડના ટ્રેનરો અને સાધકો દ્વારા ખૂબ જ મહેનત કરી ખૂબ જ સુંદર રીતે બાળકોને તૈયાર કરવામાં આવ્યા હતા