સુરેન્દ્રનગર જિલ્લામાં મમતા દિવસ નિમિત્તે દરેક આંગણવાડી કેન્દ્રો ખાતે સામુહિક મહેંદી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Machhu news morbi
*લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪*


સુરેન્દ્રનગર જિલ્લામાં મમતા દિવસ નિમિત્તે દરેક આંગણવાડી કેન્દ્રો ખાતે સામુહિક મહેંદી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
*આંગણવાડી કાર્યકરોની સાથે સાથે મૈત્રી વિદ્યાપીઠની વિદ્યાર્થિનીઓ દ્વારા 'સહ પરિવાર મતદાન એ જ લોકશાહીની શાન', 'મત સે મત ભાગો' જેવા પ્રોત્સાહક સૂત્રોની કલાત્મક મહેંદી થકી અપાયો 'મતદાર જાગૃતિ સંદેશ'*
લોકસભા સામાન્ય ચૂંટણી લોકશાહીનો એક મહાપર્વ છે. આ પર્વમાં જિલ્લાના નાગરિકો વધુમાં વધુ મતદાન કરી સહભાગી બને તેવા ઉમદા આશયથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે. સી. સંપટના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃત્તિના અવનવા કાર્યક્રમનું આયોજન 'સ્વીપ' સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત કરવામાં આવી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન તા. ૦૭ મી મેના રોજ યોજાનાર છે ત્યારે મહિલા મતદાનની ટકાવારીમાં વધારો કરવા માટે ચૂંટણી તંત્ર દ્વારા શેરી મીટીંગ, ચુનાવ પાઠશાળા, ખાટલા પરિષદ તેમજ નાટકો દ્વારા પ્રેરણાત્મક સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેની શૃંખલા રૂપે આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવિષ્ટ ૬૦ - દસાડા, ૬૧ - લીંબડી, ૬૨ - વઢવાણ ૬૩ - ચોટીલા ૬૪ - ધાંગધ્રા એમ પાંચેય વિધાનસભા મત વિભાગમાં આવેલી આંગણવાડીઓ ખાતે સામૂહિક મહેંદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મમતા દિવસ નિમિત્તે જુદા જુદા સ્થળોએ સામૂહિક રીતે એક સરખો મહેંદી કાર્યક્રમ આંગણવાડીના આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવ્યો હતો અને મતદાન માટે પ્રોત્સાહક સંદેશ દર્શાવતી મેહંદી મૂકવામાં આવી હતી. તેમજ ૬૨-વઢવાણ વિધાનસભા ખાતે આંગણવાડી કાર્યકરોની સાથે સાથે મૈત્રી વિદ્યાપીઠની વિદ્યાર્થિનીઓ દ્વારા પણ કલાત્મક મહેંદી દ્વારા મતદાર જાગૃતિ સંદેશ પાઠવવામાં આવ્યો હતો. 

મતદાન જાગૃત્તિ માટે 'સહ પરિવાર મતદાન એ જ લોકશાહીની શાન', 'મત સે મત ભાગો', 'મારો મત મારું ભવિષ્ય', '9૭ મે મતદાન જરૂર કરીએ', 'વોટ ફોર સ્યોર', 'ગેટ રેડી ફોર વોટ', ‘વકત સે પહલે વોટ ’, ‘૭ મે મતદાન દિવસ સહિતના જુદા જુદા સૂત્રોની કલાત્મક મહેંદી મૂકી હતી. મતદારો પોતે પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવી અપીલ સાથે ઉપસ્થિત સર્વ મહીલાઓ, કિશોરીઓ, વિદ્યાર્થીનીઓએ 'અવશ્ય મતદાન'નાં શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને કિશોરીઓ જોડાઈ હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !