વાંકાનેરના તાલુકાના રાતીદેવરી ગામ નજીક અચાનક બેભાન થઇ જતા બાદ રાજકોટના યુવાનનું મોત.

Unknown
વાંકાનેર તાલુકાના, રાતીદેવરી ગામ પાસે આવેલ સુરાપુરા દાદાના મંદિર નજીક અચાનક કોઇ કારણોસર રાજકોટ રહેતા યુવાન બેભાન થઈ જતાં તેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરતાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ પાસે સુરપુરાદાદાના મંદિરરે યોગેશવન અશોકવન ગૌસ્વામી (ઉ.વ. 40, રહે. રાજકોટ) નામના યુવાન અચાનક બેભાન થઈ ગયા બાદ તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા, ફરજ ઉપરના તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો, જેથી આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
                               મચ્છુ ન્યુઝ મોરબી
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !