નવસારી લોકસભાના બીલીમોરામાં આજે તા.૨૮/૦૪/૨૦૨૪ના રોજ સવારે ૯:૧૫ કલાકે ચૂંટણી પંચ અમારા ઘરે આવીને અમારા માતા પિતા શ્રીમતી કાંતાબેન અને શ્રી ચીમનલાલ ગાંધીને ગુપ્ત મતદાન કરવાનો સૌપ્રથમ અવસર પ્રાપ્ત થયો તે બદલ ખુબ ખુબ શુભેચ્છા અને અભિનંદન.
નવસારી લોકસભા-૨૫ માં ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ ટીમ દ્વારા ૮૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન મતદારોને તેમના ઘરે મતદાન કરવા માટે મતદાન અભિયાન તારીખ ૨૮/૦૪/૨૦૨૪ ના શનિવારે સવારે શરૂઆત કરવામાં આવી. જેમાં નવસારી લોકસભા સીટ માટે સૌપ્રથમ મતદાન બીલીમોરાના વોર્ડ નંબર ૩ બુથ નંબર ૧૦૬ ના મતદાર શ્રીમતી કાંતાબેન ચીમનલાલ ગાંધી અને શ્રી ચીમનલાલ જીણાભાઈ ગાંધી નું મતદાન આશરે ૯:૩૦ કલાકે કરવામાં આવ્યું છે. આ દંપતીએ લોકશાહી-પર્વમાં ગુપ્ત મતદાન કરી આપણી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તે માટે નાગરિકોને પ્રેરણા સંદેશ પાઠવેલ છે.