આજરોજ માન્ય મુખ્ય જિલ્લા અધિકારી ડો. રંગૂનવાલા સર અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મયંક સર જિલ્લા RCH અધિકારી ડો. રાજેશ સર જિલ્લા ક્ષય અધિકારી ડો. પિનાકીન સર, જિલ્લા રોગચાળા અધિકારી શ્રી ડો.ભાવેશ સર તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો.અંજના મેડમ ના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટરના ડો. રાજેન્દ્ર.એમ ગઢવી દ્વારા આજ રોજ બીલીમોરા ગાયકવાડ મીલ ચાલ વિસ્તારમાં વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમા ડો ગઢવી દ્વારા મેલેરિયા રોગ શું છે.
અને તેના લક્ષણો વિશે જેવા કે ઠંડી લાગીને તાવ આવવો, ઉલટી- ઉબકા આવવા, જેવા લક્ષણો વિશે માહિતગાર કર્યા હતા.તથા મેલેરિયા રોગના સાવચેતી ના પગલાં જેવા કે પાણીની ટાંકી હવાચુસ્ત બંધ રાખવી, ફૂલદાની,પક્ષી કુંજ, ફ્રીજની ટ્રે, ટાયરો, ખાલી વાસણો ની સાફ- સફાઈ કરવી વગેરે વિશે માહિતગાર કર્યા.અને તાવના લક્ષણો દેખાય તો સરકારી દવાખાનામાં જવા માટે સમજણ આપી.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર અર્બન હેલ્થ સેન્ટરના સુપરવાઇઝર ભાવિનભાઈ નો આ તબક્કે ડો.રાજેન્દ્ર ગઢવીએ આભાર માન્યો હતો.