દાન આપનાર અને દાન લેનાર બંને ના પરિમાણો આપણાં પુરાણો માં સ્થાપિત થયા છે.

Machhu news morbi
દાન આપનાર અને દાન લેનાર બંને ના પરિમાણો આપણાં પુરાણો માં સ્થાપિત થયા છે...તેવા સંજૉગોમાં..દાન કોને આપવુ... દાન કયા હેતુ થી આપવુ... દાન કયા સમયે આપવુ ..દાન કઈ ભાવનાથી આપવુ એવા બહુ આયામી પરિબળો અને પરીણામો ને ધ્યાનમાં લઈ.. સમજીને અને ખૂબ વિચારી ને નીર ક્ષીર નો વિવેક થી આદરણીય નીતિનભાઇ એ હરિયાળી ગ્રુપ ને દાન આપ્યુ છે ત્યારે...' દાન ની ગતિ ઉત્તમ હોવી જોઇએ, કલ્યાણકારી હોવી જોઈએ ,, બહુજન હિતાય અને સચરાચર ના કલ્યાણ જ માટે એવી ચોકકસ ખાતરી સાથે હરિયાળી ગૃપ આપનો ખુબ ખુબ આભાર માનવા સાથે ઋણ સ્વીકાર કરે છે.
આજે આપણા હરિયાળી ગ્રુપ ટ્રસ્ટ માટે ખૂબ જ આનંદની બાબત છે.આપણા ગ્રુપના મુખ્ય દાતાશ્રી નીતિનભાઈ મહેતા (હાઈ સાઈન ઇન્ક -બીલીમોરા, CSR Fund )તરફથી આપણા ગ્રુપની ટીમ ભાવના અને કામ માટેના સમર્પણને પ્રોત્સાહન આપવા રૂ.10,00,000/-(રૂ. દસ લાખ) નું આર્થિક યોગદાન મળ્યું છે.. મિત્રો આપ સૌના સહકારથી આપને આવનાર વર્ષમાં વધુ સક્રિય અને સારી કામગીરી કરીએ.દાતાશ્રી નીતિનભાઈ નો આભાર 
ન્યૂઝ ઍહવાલ નવસારી પ્રેસ રિપોર્ટર: દિનેશભાઈ જે સૉસા 
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !