ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના V. S. પટેલ કોલેજ બીલીમોરા માં ચાલતા નિઃશુલ્ક યોગ ક્લાસ ના ત્રિદિવસીય યોગ શિબિર માં ગુજરાત રાજ્ય યોગ
બોર્ડ ના ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે ના હસ્તે નવા તૈયાર થયેલ ટ્રેનરો ને સર્ટિફિકેટ આપી સન્માનિત કરી નવા યોગ વર્ગ શરૂ કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું.
આ ત્રિદિવસીય યોગ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, "બીલીમોરા વિભાગ કેળવણી મંડળ" અને "જાયન્ટ્સ ગ્રુપ" ના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. આ સમગ્ર યોગ શિબિર નું સંચાલન નવસારી જિલ્લા કો-ઓર્ડીનેટર ગાયત્રીબેન તલાટી ના નેજા હેઠળ અને યોગ કોચ મનીષાબેન દેવતા દ્વારા કરવામાં આવ્યું જેમાં જાયન્ટ્સ ગ્રુપ ના પ્રમુખ બી. એચ. પટેલ સાહેબ,બી વી કે એમ.ના ભરતભાઈ અમીન વી.એસ. પટેલ કૉલેજ ના પ્રાધ્યાપકો,ડોકટરો અને ગામના અગ્રણી વ્યક્તિઓ અને યોગ સાધકો મળી મોટી સંખ્યા માં યોગી ભાઈ બહેનો એ ભાગ લીધો હતો.