ભાયાવદરના ચરેલીયા ગામે અલગ ગરબી કરવાનો ખાર રાખી યુવાન પર હુમલો.
ભાયાવાદરના ચરેલીયા ગામની સીમમાં અલગ નવરાત્રી કરવાનો ખાર રાખી ત્રણ ઇસમોએ યુવાન પર લાકડાના ધોકા વડે હુમલો કરી માર મારી ગાળો આપી ઈજા પહોંચાડી હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
મૂળ ઉપલેટા તાલુકાના રાજપરા ગામ હાલ ખારચીયા રહેતા સંદીપભાઈ પરબરતભાઈ જોગ નામના યુવાને આરોપી ભાવેશ કેશુભાઈ જોગ, કેશુભાઈ લીલાભાઈ જોગ અને હિમતભાઈ કેશુભાઈ જોગ રહે બધા રાજપરા તા. ઉપલેટા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી સંદીપભાઈ બાઈક લઈને વાડીએ જતા હોય ત્યારે આરોપી ભાવેશ તેનું બાઈક જીજે ૧૦ સીપી ૬૨૫૯ લઈને સાથે જતા ફરિયાદીએ બાઈક ઉભું રાખ્યું જેમાં અગાઉ ફરિયાદી અને આરોપીએ અઢી વર્ષ પહેલા નવરાત્રીમાં ગરબી અલગ કરવાનો વાંધો હોવાનો ખાર રાખી માથાકૂટ કરી હતી.
જેમાં ભાવેશ ગાળો બોલતી તમે કેમ સરખા રહેતા નથી કહીને ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા લાકડાના ધોકા વડે સંદીપને ઘા મારી ઈજા કરી હતી તેમજ ઢીકા પાટું માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે ભાયાવદર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.