વાંકાનેરમાં દારૂના ગુનામાં છેલ્લા દશેક માસથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો.

Machhu news morbi
વાંકાનેરમાં દારૂના ગુનામાં છેલ્લા દશેક માસથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇગ્લીંશ દારૂના ગુનામાં છેલ્લા દશેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિ કલમ-૬૫એઇ. ૧૧૬બી, ૮૧,૯૮(૨) મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રોહિત છેલાભાઇ મેધાણી રહે. મોટી મોલડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળો વાંકાનેર બાઉન્ટ્રી ખાતે હોવાની ચોકકસ બાતમી મળેલ હોય જે બાતમીના આધારે તપાસ કરતા પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી રોહિત છેલાભાઇ મેધાણી ઉવ-૨૧ રહે.મોટી મોલડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળો વાંકાનેર બાઉન્ટ્રી પાસેથી મળી આવતા તેને હસ્તગત કરી સી.આર. પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા મી. પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !