વાંકાનેરના ગાયત્રીમંદિર સામે રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા.
વાંકાનેરના ગાયત્રીમંદિર સામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી વાંકાનેર સીટી પોલીસની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન ગાયત્રીમંદિર સામે રહેતા ચેતનભાઈ ધીરજલાલ કુણપરાના રહેણાંક મક્નામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૨૭ કીમત રૂ.૧૦૯૯૫ તથા એકટીવા એમ કુલ મુદામાલ કીમત રૂ.૪૦,૯૯૫ નો મુદામાલ કબજે કરી ચેતન ધીરજલાલ કુણપરા અને કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.