વીજ કંપનીના કર્મચારીએ બાકી બીલ હોવાથી કનેક્શન કાપી નાખતા માર મારવામાં આવ્યો.

Machhu news morbi
વીજ કંપનીના કર્મચારીએ બાકી બીલ હોવાથી કનેક્શન કાપી નાખતા માર મારવામાં આવ્યો.

મોરબી તાલુકાના આમરણ ગામે એક શખ્સ દ્વારા છેલ્લા ૩ મહિના થી વીજળીનું બિલ ભરેલ ન હોય ત્યારે વીજ કંપનીના કર્મચારી દ્વારા વીજ કનેક્શન કાપી નાખતા આરોપી દ્વારા તેમના પર હૂમલો કરવામાં આવ્યો. ત્યારે આ બાબતે હાલ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.

ત્યારે બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના આમરણ ગામે પગથિયાં વાળી શેરીમાં રહેતા આરોપી વીશાભાઇ સાર્દુલભાઇ દેવીપુજક નામના શખ્સે છેલ્લા ત્રણ મહિનાથી વીજબિલની બાકી રકમ રૂપિયા 2790 ભર્યું ન હોય વીજ કર્મચારી ધ્રુવરાજસીંહ ગોવીંદસીંહ ચૌહાણે કચેરીના આદેશ મુજબ આરોપીનું વીજ કનેક્શન કાપી નાખતા આરોપી વીશાભાઇ સાર્દુલભાઇ દેવીપુજક, પરેશ વીશાભાઇ દેવીપુજક અને કારાભાઇ વીશાભાઇ દેવીપુજકે ધ્રુવરાજસિંહનો કાંઠલો પકડી ભુંડાબોલી ગાળો દઇ ઝપાઝપી કરી ગળાના આજુબાજુના ભાગે સામાન્ય ઇજા કરી ફરજમાં રુકાવટ કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !