તા. 17/03/2024
રાજકોટ -10 લોકસભા ના ઉમેદવાર માન.પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ નો પ્રવાસ વાંકાનેર વિધાનસભા નાં માટેલ ખોડિયાર માતાજીનાં દર્શન કરી વાંકાનેર મોટી વાડી ખાતે ભાજપ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સાહેબ લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારિયા સાહેબ, ગોવિંદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, નાગદાનભાઇ ચાવડા, તેમજ મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, ઉપસ્થિત રહ્યા હતા આ તકે માન. પરસોતમ રૂપાલા સાહેબના હસ્તે વાંકાનેર તાલુકા પંચાયત કોંગ્રેસના સદસ્ય કીરીટભાઇ વસિયાણી, ચેતનભાઈ સીતાપરા ની ટીમ તેમજ ગારીયા ના પૂર્વ સરપંચ અને કોંગ્રેસ ના મજબુત કાર્યકર પુષ્પરાજસિહ વાળા ની ટીમ અને આપ નેતા જગદીશભાઈ મકવાણા ની સાથે બહોળી સંખ્યામાં ભાજપ નો ખેસ પહેરી ને કેસરીયો ધારણ કરીયો હતો આ કર્યક્રમમાં ભાજપ પરિવાર ના સર્વે હોદ્દેદારો સાથે વિવિધ સમાજ ના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં.