દેવભુમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકા સમસ્ત ભરવાડ સમાજ પ્રેરીત ગોપાલક માલધારી એજ્યું એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ સમુહલગ્ન મહોત્સવ યોજાયો.
તેમાં ભાટીયા ખાતે (૪)ચતુર્થ સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમા ૨૩ નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયાં આ પ્રસંગે શિવપુરીધામનાં મહંત પ. પુ. શ્રી મુનાબાપુ , મુળવાનાથના મહંત પ.પુ. શ્રી બાલારામ બાપુ, ઠાકરની જગ્યાના પુ. શ્રી રવિનાથ બાપુ -કાનાભગત- સુખાબાપુ - રાજકીય અગ્રણીઓ દ્વારકા - 82 ના ધારાસભ્ય શ્રી પબુભા માણેક અને શ્રી જીતભાઇ માડમ, સામાજીક આગેવાન અમદાવાદથી શ્રી મેહુલભાઈ ભરવાડ,શ્રી રાજુભાઈ સરસીયા, શ્રી રમેશભાઈ ટોયટા, શ્રી લીંબાભાઈ ગમારા,શ્રી સામતભાઈ ઠુંગા, સમાજનાં આગેવાનો તથા યુવાનો મિત્રો સમસ્ત ભરવાડ સમાજ નાત ગંગા ઉપસ્થિત રહ્યા તે બદલ કલ્યાણપુર તાલુકા સમુહ લગ્ન સમિતિ આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
આ સમૂહ લગ્નોઉત્સવ આયોજન સફળ બનાવવા માટે કલ્યાણપુર તાલુકાના ભરવાડ સમાજ મિત્રો યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર લખનભાઈ રાણંગા મરછુ ન્યૂઝ મોરબી પત્રકાર જામનગર