મોરબીમાં દારૂના કટિંગ વખતે જ ક્રાઇમબ્રાન્ચ ત્રાટકી, 5.95 લાખના મુદ્દામાલ સાથે ૪ ઝડપાયા.

Machhu news morbi
મોરબીમાં દારૂના કટિંગ વખતે જ ક્રાઇમબ્રાન્ચ ત્રાટકી, 5.95 લાખના મુદ્દામાલ સાથે ૪ ઝડપાયા.
મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી સોસાયટીમાં ઇંગ્લીશ દારૂના કટીંગ સમયે જ ક્રાઇમબ્રાન્ચની ટીમે સપાટો બોલાવી ચાર શખ્સોને ઇંગ્લીંશ દારૂની નાની મોટી બોટલો નંગ 1500 કિંમત રૂપિયા 5,95,800 તેમજ કાર, અશોક લેલન બડા દોસ્ત અને રીક્ષા સહિત કુલ રૂ. 22,65,800ના મુદામાલ સાથે પકડી પાડી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવી અન્ય છ આરોપીઓના નામ ખોલાવવામાં સફળતા મેળવી હતી.
મોરબી એલસીબી ટીમના એએસઆઈ રામભાઇ મંઢ અને હેડ કોન્સ્ટેબલ નિરવભાઇ મકવાણાને બાતમી મળેલ કે આરોપી ઝુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઇ ઘાંચી રહે. પંચાસર રોડ, ભારતપરા અને આરોપી અકરમભાઇ મહેબુબભાઇ ફકીર રહે. મોરબી, મકરણીવાસ વાળાએ રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ પટેલ રહે. જુના દેવળીયા તા. હળવદ જી.મોરબી હાલ રહે. મોરબી ઘુટ રોડ, હરીઓમ પાર્ક વાળા મારફતે નંબર પ્લેટ વગરના અશોક લેલન માલ વાહકમાં પરપ્રાંતમાંથી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો મંગાવી મોરબી વાવડીરોડ, ઉપર આવેલ શ્રીજી સોસાયટીમાં અન્ય વાહનોમાં ભરી તેની હેરાફેરી કરવાની પ્રવૃતી હાલે ચાલુ છે. જે બાતમીને આધારે રેઇડ કરતા ઘટના સ્થળેથી અશોક લેલન વાહનમાંથી મેકડોવેલ્સ નંબર વન ડીલક્ષ વ્હીસ્કીની 360 બોટલ કિંમત રૂપિયા 1,35 લાખ, રોયલ ચેલેન્જ ફાઇન રીજર્વ વ્હીસ્કીની 240 બોટલ કિંમત રૂપિયા 1,24,800, મેકડોવેલ્સ નંબર વન ડીલક્ષ વ્હીસ્કીના ચપલા નંગ 240 કિંમત રૂપિયા 24000, રોયલ સ્ટગ વ્હીસ્કી બોટલ નંગ 420 કિંમત રૂપિયા 1,68,000 અને ઓલ સીઝન વ્હીસ્કીની બોટલ નંગ 240 કિંમત રૂપિયા 1,44,000 સહિત નાની મોટી બોટલો નંગ 1500 કિંમત રૂપિયા 5,95,800 મળી આવી હતી.દરોડા દરમિયાન પોલીસે નંબર પ્લેટ વગરની અશોક લેલન બડા દોસ્ત વાહન કિંમત રૂપિયા 10 લાખ, અતુલ શકિત રીક્ષા નંબર-GJ-03-BT-1953 કિંમત રૂપિયા 50 હજાર, સ્વીફ્ટ કાર નંબર GJ-09-BL-0047 કિંમત રૂપિયા 6 લાખ અને મોબાઇલ ફોન નંગ-4 મળી કિંમત રૂપિયા 20 હજાર સહિત કુલ મળી 22,65,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !