*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જામનગરવાસીઓનો ઉમળકાભેર આવકાર;રોડ શોમાં હજારોની જનમેદની ઉમટી*

Machhu news morbi
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જામનગરવાસીઓનો ઉમળકાભેર આવકાર;રોડ શોમાં હજારોની જનમેદની ઉમટી*
*દિગ્જામ સર્કલથી ઓસવાળ સેન્ટર સુધીના માર્ગ પર ઠેર-ઠેર ગુજરાતના પનોતા પુત્રના વધામણા કરાયા*
*કલાકારોએ સમગ્ર રુટ પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રોડ-શોમાં વિવિધ રંગો પૂર્યા*
જામનગર તા.24 ફેબ્રુઆરી, વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત માટે હાલારની ધરતી પર પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જામનગર ખાતે ભવ્ય રોડ-શો યોજાયો હતો.દિગ્જામ સર્કલથી ઓસવાળ સેન્ટર સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં પ્રધાનમંત્રીશ્રીને આવકારવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પ્રધાનમંત્રીશ્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો જામનગરવાસીઓ એકત્રિત થયા હતા.રોશનીથી ઝળહળતા શહેરના રાજપથ પર લોકલાડીલા વડાપ્રધાનશ્રીનો કાર કાફલો પસાર થતા જ ઉપસ્થિત લોકોએ તિરંગા લહેરાવી, 'ભારત માતા કી જય', 'વંદે માતરમ' સહિતના સુત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો બહોળો પ્રેમ વ્યક્ત કર્યો હતો.વડાપ્રધાનશ્રીએ પણ હાથ હલાવી એટલી જ સહૃદયતાથી જામનગરવાસીઓએ વ્યક્ત કરેલ આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.રોડ-શોના રુટ પર વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવેલ સ્ટેજ પરથી અનેક કલાકારોએ કાઠિયાવાડી સંસ્કૃતિની ઝાંખી કરાવતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમગ્ર રોડ-શોમાં વિવિધ રંગો પૂર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તા.25 ફેબ્રુઆરીના રોજ જામનગર, દ્વારકા તથા પોરબંદર જિલ્લાના અનેક વિકાસ કામોના દ્વારકા ખાતેથી ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરનાર છે.જે કાર્યક્રમ માટે પધારેલ વડાપ્રધાનશ્રીએ આજ રોજ જામનગર ખાતે રોડ-શો યોજી સર્કિટ હાઉસ તરફ પ્રસ્થાન કર્યું હતું.
000000
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !