વાંકાનેર શહેરના જીનપરા પાસે, આવેલ સાતનાલા રેલ્વે ટ્રેક પર ટ્રેન હેઠળ પડતું મુકી યુવાનનો આપઘાત.

Unknown
વાંકાનેર શહેર ખાતેથી પસાર થતા રેલ્વે ટ્રેક પર જીનપરા વિસ્તારમાં સાતનાલા નજીક આજે એક યુવાનને કોઈ અગમ્ય કારણોસર સૌરાષ્ટ્ર મેઇલ ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયેલ હતો, અને યુવાનની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ શરૂ કરી.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક જીનપરા વિસ્તારમાંથી પસાર થતા રેલ્વે ટ્રેક પર સાતનાલા નજીક આજે સવારે જગદીશભાઈ વશરામભાઇ વોરા (ઉ.વ. ૪૧, રહે. પેડક સોસાયટી, દિગ્વિજયનગર, વાંકાનેર) નામના યુવાનને કોઈ અગમ્ય કારણોસર મુંબઈથી આવતી સૌરાષ્ટ્ર મેઇલ ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી મૃતકની બોડીને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી આ બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !