લાલપુર તાલુકાના સેતાલુસ અને આરબલુસ પંથકમાં સંકલ્પ રથનું ભવ્ય સ્વાગત કરાયું

Machhu news morbi
         
        *''હમારા સંકલ્પ, વિકસિત ભારત''*
*લાલપુર તાલુકાના સેતાલુસ અને આરબલુસ પંથકમાં સંકલ્પ રથનું ભવ્ય સ્વાગત કરાયું*
*જામનગર તા.05 જાન્યુઆરી,* કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા માટે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. લાલપુર તાલુકાના સેતાલુસ અને આરબલુસ ગામમાં ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ રથ અને રથની સાથે પધારેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા અને અન્ય આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓના લાભો આપીને તેમને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. 
આ કાર્યક્રમમાં લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણસિંહ જાડેજા, પ્રાંત અધિકારી શ્રી એસ.જે.અસવાર, લાલપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી પંકજ મહેતા, શ્રી દિલીપભાઈ ભોજાણી, શ્રી રવિન્દ્રસિંહ કંચવા, શ્રી મિતલબેન મકવાણા, શ્રી આલસુરભાઈ ખરા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !