નેચરપાર્ક પાર્ટી પ્લોટ થી હાઇવે વચ્ચે ગ્રીનઝોનમાં મોટાપાયે બાંધકામ થતુ હોવાની ચીફ ઓફીસરને તપાસ કરી યોગ્ય કાર્યવાહીની રજૂઆત કરાઇ છે.
ધ્રાંગધ્રાના હળવદ રોડ ઉપરના ગ્રીનઝોન વિસ્તારમાં બાંધકામ થઈ શકતુ નથી.એવામાં હળવદરોડ ઉપર નેચરપાર્ટી પ્લોટ અને ગુરૂકુલ થી હાઈવે વચ્ચે ગ્રીનઝોનમાં જ મોટાપાયે બાંધકામ ચાલુ કર્યાની આશંકાને લઈને ધ્રાંગધ્રા સર્કિટ હાઉસ પાસે રહેતા યુવકે નગરપાલીકા ધ્રાંગધ્રાના ચીફ ઓફીસરને ગ્રીનઝોનમાં બાંધકામ થતુ હોય તો યોગ્ય કાર્યવાહીની માંગ સાથે રજૂઆત કરી છે.
ત્યારે ચીફ ઓફીસર મંટીલ પટેલને પુછતા તેઓએ જણાવેલ કે ગ્રીનઝોન સંસ્કારધામ ગુરૂકુલ સુધી લાગુ છે, ત્યાં ગ્રીનઝોનમાંથી ફેરફાર કરવા માટે પાલીકામાં અરજી આવેલી છે પરંતુ હજી આ જગ્યા ગ્રીનઝોનમાં જ છે.પરંતુ ઝોન ફેરવ્યા વગર બાંધકામ શરૂ કર્યુ હોય તો તાત્કાલીક તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરીશું.આમ ગ્રીન ઝોનમાં આટલુ મોટુ બાંધકામ શરૂ કર્યા બાદ ઝોન ફેરફાર માટે પાલિકામાં અરજી રોડથી વાવેલા પાકની પાછળ તંત્રને અંધારામાં રાખવા બાંધકામ કરાઈ રહયાનું પણ દેખાઈ રહયુ છે.બાંધકામ ચાલુ હશે તો તપાસ કરીને કાર્યવાહી કરાશે.