જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં 22 જાન્યુઆરી ના રોજ ભગવાન શ્રીરામના મંદિરે 12:30 મિનિટે મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી રામ મંદિર શણગાર સેવા સમિતિ તેમજ શેઠ વડાળા ગામના આગેવાનો વડીલો વેપારી મિત્રો સત્સંગ મંડળની બહેનો સમસ્ત ગ્રામજનો દ્વારા મહા આરતીનો અનેરો ઉત્સવ ઉજવાયો હતો ગ્રામજનોએ મહાપ્રસાદ સાથે લઈ ઉત્સાહભેર ભગવાન શ્રીરામનો ઉત્સવ ની ઉજવણી કરી હતી શ્રીરામના ગુણગાન ગાયા હતા.જય.જય.શ્રીરામ