જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ -બીલીમોરા તથા બીલીમોરા આયુર્વેદ દવાખાનાના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે કેમ્પ યોજાયો.

Machhu news morbi
જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ -બીલીમોરા તથા બીલીમોરા આયુર્વેદ દવાખાનાના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે કેમ્પ યોજાયો.
તા 7/12/2023ને ગુરુવારના રોજ જરૂરિયાત મંદ લોકોને પોતાની શારીરિક તકલીફોનું નિદાન અને આયુર્વેદ પદ્દતિથી સારવાર મળી રહે એવા શુભ આશયથી જલારામબાપાના જીવનમંત્ર "જન સેવા એ જ પ્રભુ સેવા "ને ચરિતાર્થ કરતા જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ વખતો વખત નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પોનું આયોજન કરતા રહે છે.
આજ રોજના આ કેમ્પમાં આયુર્વેદાચાર્યો એ 72 થી વધુ દર્દીઓ ને તપાસિ ડાયાબિટીસ, શ્વાસ ને લગતા રોગો, માથા ના દુખાવા, ચામડી ના રોગો, બાળ રોગો, સાધા ના દુઃખાવા વગેરે રોગોનું નિદાન કરી જરૂરિયાત મુજબ આયુર્વેદિક દવાઓ આપી ઉપરાંત કેમ્પ દરમિયાન આયુર્વેદિક ઉકાળાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
આ કેમ્પ ને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી મગનભાઈ,શ્રી મગનભાઈ મકવાણા,મંત્રી શ્રી દાસભાઈ, શ્રી કમલેશભાઈ, શ્રી નીતિનભાઈ,પ્રા. શ્રી દિપેશભાઈ, શ્રી વિજયભાઈ, શ્રી કનૈયાલાલ ઉપરાંત રાજેશભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી મંદિરના સેવક ભાઈઓ અને બહેનો એ સમગ્ર કેમ્પ દરમયાન સુંદર સેવા પૂરી પડી હતી.જય જલારામ.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !