વાંકાનેર: નગરપાલિકા દ્વારા આજથી શહેરભરમાં દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં પાલિકા દ્વારા માર્કેટ ચોકથી શરૂ કરી મેઇન બજાર, સીટી સ્ટેશન રોડ, હાઇવે સહિત શહેરના મુખ્ય માર્ગો પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણોને દુર કરી અને દબાણકર્તાઓને તાત્કાલીક દબાણોને દૂર કરવા વોર્નિંગ આપતી વાંકાનેર નગરપાલિકા.
આબાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વાંકાનેર નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં શહેરના મુખ્ય માર્ગો પર કરવામાં આવેલ ટ્રાફિકને અડચણરૂપ દબાણો, પાર્કિંગની જગ્યા પર કરાયેલ ખાનગી દબાણો, નગરપાલિકાની ખુલ્લી જગ્યામાં કરાયેલ દબાણો સહિતના દબાણોને દુર કરવામાં આવશે, આ ઝુંબેશ આગામી સમયમાં પણ શરૂ રહેશે તેવું જણાવ્યું હતું.