જિલ્લા કક્ષાનાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુંતાસી પ્રાથમિક શાળાની કૃતિ પ્રથમ ક્રમાંકે પસંદ ...

Machhu news morbi
જિલ્લા કક્ષાનાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુંતાસી પ્રાથમિક શાળાની કૃતિ પ્રથમ ક્રમાંકે પસંદ

બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે અને રોજબરોજની સમસ્યાઓનો પોતાનામાં રહેલ આગવી સૂઝથી ઉકેલ મેળવતા થાય તે માટે દર વર્ષે જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં સહયોગથી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવે છે.જેમાં ચાલુ વર્ષે માળીયા તાલુકાની કુંતાસી પ્રાથમિક શાળાની કૃતિ સાઈન લેન્ગવેજ સીઆરસી અને તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લા કક્ષાનાં પ્રદર્શન માટે પસંદગી પામી હતી.આ જિલ્લા કક્ષાનું પ્રદર્શન તારીખ 13 થી 15 ડિસેમ્બરના રોજ હળવદ તાલુકાની તક્ષશિલા વિધાલય ખાતે યોજાયું હતું.જેમાં પ્રાથમિક વિભાગમાંથી 25 અને માધ્યમિક વિભાગની 30 એમ કુલ 55 કૃતિ રજૂ થઈ હતી.જેને હળવદ તાલુકાની લગભગ 70 શાળાના આશરે પાંચ હજારથી વધુ બાળકોએ નિહાળી હતી.
માળીયા તાલુકામાંથી કુંતાસી પ્રાથમિક શાળાનાં વિધાર્થીઓ પ્રાચી,હેત,ઉર્વીશાબા,એકતા અને કૃતિકા તેમજ તેમનાં માર્ગદર્શક શિક્ષક બેચરભાઈ ગોધાણી દ્રારા વિવિધ ભાષાઓ અને ગણિતને સાંકેતિક ભાષા દ્રારા કઈ રીતે સરળતાથી શીખવી શકાય તે પ્રેક્ટિકલ ડેમો દ્રારા મુલાકાતીઓને સમજાવવામાં આવ્યું હતું.જેમને નિર્ણાયકની ટીમ દ્વારા પસંદ કરી ઝોન કક્ષા માટે મોકલવામાં આવી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !