માળિયા તાલુકાના તરઘડી ગ્રામપંચાયતના સરપંચ ના પતિ તેમજ સભ્ય ૮૦ હજારની લાંચ લેતા ઝડપાયા.
એ.સી.બી. સફળ ટ્રેપ
ફરીયાદી:- એક જાગ્રુત નાગરીક
આરોપી:- (૧) દામજીભાઇ પોપટભાઇ ગામી પટેલ ઉવ. ૬૫ ધંધો-ખેતી હોદો ગ્રામપંચાયત સભ્ય (પદાધિકારી) રહે. તરઘરી તા.માળિયા મી. જી. મોરબી
(૨) મુકેશભાઇ હમિરભાઇ પરમાર ઉવ.૪૧ ધંધો મજુરી રહે. રહે. તરઘરી તા.માળિયા મી. જી. મોરબી તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જ્યોતિબેન ના પતિ (પ્રજાજન)
ટ્રેપની તારીખ:- ૨૧/૧૨/૨૦૨૩
લાંચની માંગણીની રકમ:- રૂ.૮૦,૦૦૦/-
લાંચ સ્વિકારેલ રકમ:- રૂ.૮૦,૦૦૦/-
લાંચની રીકવરી કરેલ રકમ:- રૂ.૮૦,૦૦૦/-
ટ્રેપનુ સ્થળ:- બાલાજી ચેમ્બર અવધ ડીલક્ષ પાનની દુકાનની સામે પીપળીયા ચાર રસ્તા તા.માળીયામી. જી. મોરબી
ટુંક વિગત:- આ કામે હકિકત એવી છે કે આ કામના ફરીયાદી પરદેશી બાવળ કાપી છુટક વેચાણ કરી મજુરી ધંધો કરતા હોય તેઓએ તરઘરીગ્રામ પંચાયતની ખરાવાડ તથા ગ્રામ પંચાયતના ખરાબામાં પરદેશી બાવળ કાપવા તરઘરી ગ્રામ પંચાયતના ચુટાયેલ સભ્ય આરોપી નંબર(૧)ની પાસે પંચાયતની મંજુરી લઇ આપવા કહેતા આરોપી નંબર(૧)નાએ આરોપી નંબર-(૨) વાળા ચાલુ મહિલા સરપંચના પતિ થતા હોય અને ગ્રામ પંચાયતનો તમામ વહિવટ પોતાના પત્ની વતી પોતેજ કરતા હોય તેઓની સાથે ફરીયાદીને મેળવી બન્ને આરોપીઓએ ફરીયાદી પાસેથી તરઘરીગ્રામ પંચાયતની ખરાવાડ તથા ગ્રામ પંચાયતના ખરાબામાં પરદેશી બાવળ કાપવાની ગ્રામ પંચાયતની મંજુરી આપવાના અવેજ પેટે રૂ.૮૦,૦૦૦/- આપેતોજ ગ્રામ પંચાયતની મંજુરી આપવાનુ કહી ફરીયાદીશ્રી પાસેથી રૂ.૮૦,૦૦૦/-ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય મોરબી એ.સી.બી.કચેરીનો સંપર્ક કરતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવવામા આવેલ જે દરમ્યાન આ કામના બન્ને આરોપીઓ રૂબરૂ આવી ફરીયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૮૦,૦૦૦/ની લાંચ આરોપી નંબર-(૧)નાએ પંચ-૧ ની હાજરીમાં સ્વિકારી બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પકડાય જતા ગુનો કર્યા બાબત.
નોંધ : આરોપી નંબર (૧) તથા (૨) ને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપીંગ અધિકારી:- શ્રી એચ.એમ.રાણા પો.ઇન્સ. મોરબી એ.સી.બી.પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી:- શ્રી વી.કે.પંડ્યા મદદનીશ નિયામકશ્રી એ.સી.બી.રાજકોટ એકમ, રાજકોટ.