ટંકારાના લજાઈ હડમતીયા રોડ પરથી દેશી તમંચા સાથે એક ઈસમને ઝડપીને ટંકારા પોલીસની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Machhu news morbi
ટંકારાના લજાઈ હડમતીયા રોડ પરથી દેશી તમંચા સાથે એક ઈસમને ઝડપીને ટંકારા પોલીસની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટંકારા પોલીસના પીએસઆઈ એમ જે ધાંધલના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન લજાઈ હડમતીયા રોડ પર મેલડી માતાના મંદીર પાસે ૨૫ વર્ષીય આરોપી જયરાજસિંહ ઉર્ફે જયપાલ અરવીંદસિંહ ઝાલા ઉભેલ હોય અને તેની પાસે હથિયાર હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ કરતા જયરાજસિંહ મળી આવ્યો હતો. અને તેની અંગઝડતી કરતા જયરાજસિંહ પાસેથી રૂ.૭,૦૦૦ની કિંમતનો એક લોખંડનો દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. જેથી પોલીસે મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
આ કામગીરીમાં ટંકારા પોલીસના પી એસ આઈ એમ.જે.ધાધલ, ચેતનભાઈ કડવાતર, ભાવેશકુમાર વરમોરા, વિજયભાઈ બાર, વિપુલભાઈ બાલસરા, સિધ્ધરાજસિહ ઝાલા,કૌશિકકુમાર પેઢડીયા, અને બિપિનકુમાર શેરસિયા સહિતના પોલીસકર્મીઓ જોડાયેલા હતા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !