આજરોજ નાં રમ જોડીયા Icds વિભાગ, તાલુકા પંચાયત, જોડીયા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ, તથા Icds વિભાગની " બેટી બચાવ બેટી પઢાવો " તથા " પુર્ણા યોજના" અંતર્ગત સશક્ત કિશોરી સૂપોષીત ગુજરાત થીમ આધારિત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવેલ.
આજના આ "કિશોરી મેળા" માં જિલ્લા પંચાયત સદસ્ય અને જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા નાં અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતો. તથા તાલુકા પંચાયત સદસ્યો , મહિલા અને બાળ વિકાસ વિભાગ માંથી પાયલબેન (સખી વન સ્ટોપ ) કાઉન્સેલર આરોગ્ય વિભાગ માંથી શ્રી સેજલબેન કરકર તથા સ્ટાફ, સમાજ સુરક્ષા અને કલ્યાણ વિભાગ માંથી ઉદયભાઈ વ્યાસ, તાલુકા પ્રાથમિક શિક્ષણ માંથી કિશોરભાઈ ગજેરા, કૃષિ વિભાગ માંથી (આત્મા પ્રોજેકટ) નાં અધિકારી જીવરાજભાઈ પોસ્ટ ઓફીસ/SBI નો સ્ટાફ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી વિવિધ વિભાગ માંથી આવેલા અધિકારી શ્રીઓ તથા કર્મચારી શ્રીઓ દ્વારા પોતાના વિભાગ માં આવતી વિવિધ કિશોરીઓ લગતી યોજનાઓ લગત વિશેષ જાણકારી આપવામાં આવી હતી તથા તેના વિવિધ લાભો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે IC/CDPO શ્રી વરિયા જીતેશભાઇ, મુખ્યસેવિકા શ્રી પાયલબેન ગજીયા તથા NNM કોર્ડીનેટર શ્રી હેતલબેન ચનિયારા અને PSE ઇન્સ્ટ્રકટર શ્રી હીનાબેન ગોલતર દ્વારા તથા જોડીયા તાલુકા ના તમામ આંગણવાડી કાર્યકર બેહનો ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર લખનભાઈ રાણંગા