*મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી, માન. શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા તથા માન. ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં મોરબી શહેરના ત્રિવિધ વિકાસકાર્ય કાર્યક્રમનું આયોજન*
*માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગાંધી જયંતિ નિમિત્તે આપેલા સફાઈ આહવાનને વેગ આપવા મોરબી નગરપાલિકાએ કમર કસી છે*...
*જિલ્લા પ્રભારી મંત્રી, માન. શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં અને જુઝારુ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની સમુપસ્થિતિમાં*
*મોરબીની સફાઈ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા, ₹ 40.00 લાખના ખર્ચે બનેલી 5 ટ્રેક્ટર તથા 5 ટ્રોલીનું લોકાર્પણ*
*મચ્છુ નદીની સઘન સફાઈ ઝુંબેશ અને મહેન્દ્ર ડ્રાઈવની કાળા પથ્થરની દિવાલમાં ઊગી ગયેલા બાવળ દૂર કરવા*
*મોરબી ટ્રાફિક વ્યવસ્થાનું નિયમન માટે, અત્યંત અગત્યના એવા નટરાજ ફાટક પરના ઓવરબ્રીજ બનાવવાના મંજુર થયેલા ₹ 35.00 કરોડનો ચેક માર્ગ અને મકાન વિભાગને સોંપવા*
*ત્રિવિધ વિકાસકાર્યનું આયોજન કરવામાં આવેલ છે. ..... આ અવસરે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી લાખાભાઈ જારીયા, મહામંત્રીશ્રીઓ શ્રી રિશીપભાઈ કૈલા શ્રી ભાવેષભાઈ કંઝારીયા, અન્ય સર્વે પદાધિકારીશ્રીઓ, પૂર્વ કાઉન્સિલરશ્રીઓ વિ. ઉપસ્થિત રહેશે... મોરબી શહેરના સુજ્ઞ નાગરિકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવીએ છીએ*...
*તારીખ :- 06.10.2023, શુક્રવાર*
*સમય :- સવારે 8.30 કલાકે*
*સ્થળ :- મચ્છુ નદી પરના બેઠા પુલ પાસે*,
*વાઘજી ઠાકોરસાહેબની પ્રતિમા બાજુએ*,
*મોરબી*..