*''સવાશાળા અને SAVA Stars English medium માં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી''*
આજ રોજ વિશ્વ સિંહ દિવસ નિમિતે સવાશાળામાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહેમાન તરીકે વન વિભાગ અધિકારી શ્રી હેરમા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શાળાના દરેક વિદ્યાર્થીઓ ને સિંહ ના મહોરા પહેરાવી રેલી કાઢવામાં આવી હતી. શિક્ષક દ્વારા સિંહ ચાલીશા અને ચારણ કન્યા કાવ્ય ગવડાવવા માં આવી હતી અને સિંહ વિશે માહિતી આપવામાં આવી જેથી સિંહ નું મૂલ્ય વિદ્યાર્થીઓ સમજે.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શિક્ષક શ્રી મેહુલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો.