વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહજી ઝાલાનું રાજ્ય સભામાં સાંસદ તરીકે નિયુક્તિ થતા ભવ્ય સભા વાંકાનેરમાં વિજય યાત્રા નીકળેલ જેમાં રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા, ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ, મોરબી ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી તેમજ મોરબી જિલ્લાના વિવિધ હોદ્દેદારો વિજય યાત્રામાં ઉપસ્થિત રહેલ, તેમજ બહોળી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા ફૂલહાર તેમજ પુષ્પ વર્ષા થી સન્માન કરીને અભિનંદન પાઠવ્યા વાંકાનેરની પ્રજાએ ખુશી નો માહોલ અનુભવી વાંકાનેર ચોટીલા બાઉન્ડ્રી થી મહીકા, ગારીયા, ચંદ્રપુર, નેશનલ હાઈવે થી ગ્રીન ચોક, માર્કેટ ચોક, થી બાપુના બાવલૅ પહોંચીને સભામાં ફેરવાય હતી.
આ વિજય યાત્રા વાંકાનેરના રાજમાર્ગો પર ફરી હતી અને રાજમાર્ગોના દરેક ચોકમાં વિવિધ એશોસિયનો અને સમાજ દ્વારા વાંકાનેર ના મહારાજા અને નવનિયુક્ત રાજ્ય સભાના સાંસદ સભ્ય શ્રી કેસરિદેવસિંહજી ઝાલાનુ સ્વાગત અને સન્માન કરાયું હતું. તેમ જ સમગ્ર શહેરને સુશોભિત કરવામાં આવ્યું હતું, ઠેર ઠેર જગ્યાએ કમાનો બાંધી અને વિવિધ સમાજ અને એશોસિયનના સ્વાગતના બેનરો લગાવવામાં આવ્યા હતા.
આ સભામાં સાંસદ મોહનભાઈ કુંડારિયા એ કેસરી દેવસિંહજી રાજ્યસભાના સભ્ય બનતા ખૂબ ખુશી વ્યક્ત કરી હતી અને તેમને અને ભાજપને સાથ આપનાર તમામ આગેવાનો કાર્યકરો અને પ્રજાનો આભાર માનીને કહ્યું હતું કે કેસરીદેવસિંહજી ની ટમ 2024 માં પૂરી નથી થવાની પણ 2029 સુધી રહેવાના છે તેમજ કોઈ ગાડા નીચે કૂતરું આવી જાય અને તે એમ સમજે કે આ ગાડાને હું જ ખેંચું છું તો આજે બધું સ્પષ્ટ થઈ ગયું છે. જ્યારે કેસરીદેવસિંહજીએ પોતાના પ્રવચનમાં ભારતના વડાપ્રધાન, ગૃહમંત્રી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ, પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી અને તમામ આગેવાનો આભાર માન્યો હતો તેમ જ મને અહીંયા સુધી પહોંચાડવાની તાકાત લોકોએ આપી છે. તેઓના સાથ સહકારથી જ હું અહીંયા પહોંચ્યો છું અને હું લોકો વચ્ચે હતો, છું અને રહીશ.
આખરે આભાર વિધિ બાદ સભા પૂર્ણ કરી હતી અને ત્યારબાદ પાંજરાપોળમાં રાખેલ ભોજન સમારંભમાં બધાએ ભોજન લીધું હતું.