વાંકાનેર શ્રી મહારાણા રાજ સાહેબ કેશરીદેવસિંહજી ઝાલાને રાજ્યસભાના સાંસદ બનવા બદલ વાંકાનેર સીટીનાં અને ગ્રામ્યણી જાહેર જનતાએ વાંકાનેર મુખ્ય માર્ગ પર ભવ્યથી અતિભવ્ય સરઘસ કાઢ્યું હતું અને ઢોલ ત્રાસા શરણાઈ સુરે અને મુખ્ય માર્ગ પર લાખો રૂપિયાના ફટાકડા ફૉડી પુષ્પગુંજ સાલ ઓઢાડી દરેક જ્ઞાતિના આગેવાનોએ વાંકાનેર મુખ્ય માર્ગ પર શ્રી મહારાણા રાજ સાહેબ કેશરીદેવસિંહજી ઝાલાનુ સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ સાંસદ મોહનભાઈ કંડારીયા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મૉરબી જીલ્લા કિશાન મૉરચૉ પ્રમુખ પ્રદ્યુમનભાઈ પટેલ તેમજ મહામંત્રી ગણપતસિંહ ઝાલા વાંકાનેર તાલુકાના પ્રમુખ રતિલાલભાઈ અણિયારીયા, વાંકાનેર શહેર પ્રમુખ પરેશભાઈ મઢવી, વાંકાનેર તાલુકા મહામંત્રી ભરવાડ સમાજ પ્રમુખ હીરાભાઈ બાંમભા , વાંકાનેર ભરવાડ સમાજ નાત પટેલ ગેલાભાઈ ડાભી , મૉરબી જીલ્લા આઇટી સેલ ઇન્ચાર્જ કાળુભાઈ કે પાંચીયા , આ સમગ્ર કાર્યક્રમમાં તાલુકાના અને જીલ્લા નાં તમામ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ઍ રાજ્સભાના સાંસદ વાંકાનેર ના શ્રી મહારાણા રાજ સાહેબ કેશરીદેવસિંહજી ઝાલાનુ સન્માન સ્વાગત કર્યું હતું.