નવનિયુક્ત સાંસદ રાજવીને વધાવવા રવિવારે ભવ્ય સરઘસ નીકળશે.

Unknown
વાંકાનેર : રાજ્યસભામાં વાંકાનેર રાજવી પરિવારના કેશરીદેવસિંહ ઝાલાની નિમણુક થતાં તેમના સન્માન તથા સ્વાગત માટેના આયોજન માટે આજે દિવસભર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય વાંકાનેર ખાતે ક્ષત્રિય સમાજ, વિવિધ સમાજ , વિવિધ વેપારી એસોસિયેશન , જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ , વાંકાનેર શહેર તાલુકાના પ્રમુખ , મહામંત્રી વિવિધ સમાજના આગેવાનોની મીટીંગ મળી હતી જેમાં સાંસદ રાજવીને વધાવવા આયોજન કરવામાં આવ્યું હતું.રવિવારે સવારે ચોટીલા ટોલ પ્લાઝા ખાતેથી સ્વાગત કરી વિજય સરઘસની શરૂઆત થશે જે વાંકાનેર શહેર ખાતે પહોંચી શહેરના રાજમાર્ગો પર ફરી અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ પાસે પૂર્ણ થશે જ્યા વિશાળ સભા યોજાશે. શહેરમાં સરઘસનો રૂટ જીનપરા જકાતનાકાથી શરૂ કરી લીમડા ચોક , ગ્રીન ચોક , મેઇન બજાર, ચાવડી ચોક , થઈ માર્કેટ ચોકમાથી પસાર થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ સુધી જશે. સ્ટેચ્યુ ખાતે સભા યોજાશે જ્યા સાંસદ તરીકે નિમણુક પામેલ રાજવી કેશરીદેવસિહ ઝાલા નું વિવિધ સંગઠન , વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ હોદેદારો તેમજ સંતો મહંતો દ્વારા સન્માન કરવામાં આવશે તેમ કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !