વાંકાનેરના તરકીયા ગામની સીમમાં વાડીમાં ગાંજાના વાવેતર સાથે 63.45 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સ..

Machhu news morbi
નશાની ખેતી. વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં વાડીમાં ગાંજાના વાવેતર સાથે 63.45 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો.

મોરબી એસઓજી પોલીસે નશાકારક ગાંજાના 326 છોડ સાથે વાડી માલિકની ધરપકડ
કરી.
મોરબી:જિલ્લામાં, દિનપ્રતિદિન નશાકારક પદાર્થોનું વેચાણ સતત વધતા યુવાન બરબાદી તરફ આગળ વધી રહ્યું છે, જેની સામે સરકારે હજુ સુધી કોઈ લગામ કસી નથી. આ બધા વચ્ચે ગઈકાલ સાંજના સમયે મોરબી એસ.ઓ.જી. અને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ઢૉરા વિસ્તારમાં તરકીયા ગામની સીમમાં દરોડો પાડી એક વાડીમાંથી નશાકારક ગાંજાનું વાવેતર કરનાર એક શખ્સને 63.45 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી. ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !