અમદાવાદથી રાજકોટ જતા ટ્રકમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે ટ્રકને વાંકાનેરમાં બાઉન્ડ્રી પાસે રોકી દારૂનો જથ્થો ઝડપી પાડીને ટ્રક ચાલક સહિત બે શખ્સો મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલ.સી.બી પી આઈ ડી એમ ઢોલના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ કે જે ચૌહાણ અને પી એસ આઈ એન એચ ચુડાસમા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના સુરેશભાઇ હુંબલ, નંદલાલ વરમોરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી આવતો અશોક લેલન ટ્રક GJ-14-ઝેડ-6800 રાજકોટ તરફ આવનાર છે. જે ગાડીમાં ચોરખાનુ બનાવી તેમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે વોધ ગોઠવી ટ્રક પસાર થતા તેને રોકી તલાસી લેતા ટ્રકમાંથી દારૂ બોટલ નંગ ૧૪૮ કીમત રૂ.૨,૪૪,૫૦૦ મળી આવતા ટ્રકના સવાર ગીરીશભાઈ રાજાભાઈ ઓડિયા અને નીલેશભાઈ ગીરીશભાઈ ઓડિયાને ઝડપી પાડી દારૂ સહીત વેસ્ટ કોટનની ગાંસડી નંગ ૭૨ કીમત રૂ.૭,૫૨,૭૨૮, ટ્રક કીમત રૂ.૫,00,૦૦૦, મોબાઈલ નંગ ૨ કીમત રૂ.૧૦,૦૦૦ અને રોકડ રકમ રૂ.૫૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.15,૧૨,૨૨૮ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.