ખેડૂતો માટે ખેત ઓજારો - ગોડાઉન સહિત વિવિધ સાધન સહાય યોજનાનો ૫ મી જૂનથી પ્રારંભ...

Machhu news morbi

ખેડૂતો માટે ખેત ઓજારો - ગોડાઉન સહિત  

વિવિધ સાધન સહાય યોજનાનો ૫ મી જૂનથી પ્રારંભ

00000

યોજનાનો લાભ લેવા www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરી શકાશે

૦૦૦૦૦

માહિતી બ્યુરોમોરબી

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૩-૨૪ માટે સહાય અરજીઓ સ્વીકારવામાં આવશે.

રાજ્યના ખેડુતોની સાથે મોરબી જિલ્લાના ખેડૂતો ખેતીવાડી ખાતાની આઇ ખેડૂત પોર્ટલ પર ખેત ઓજારો/સાધનોટ્રેક્ટરપાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહનફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેકહાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ જેવા ઘટકો માટે મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ વર્ષ ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ‌૦૫-૦૬-૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે થી ખેડૂત દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે.  

વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરીઅરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ ખેડૂત મિત્રોએ મોરબી ખેતીવાડી કચેરીએ મોકલવાના રહેશે. જેની નોંધ લેવા મોરબી જિલ્લાના સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે.

તેજસ રૂપાણી                                               

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !