મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો સામાન્ય જનતા કરતી હોય છે. એટલું જ નહીં, પણ વેપારીઓ અને મિલકતધારકો પણ કર્મચારીઓની ભ્રષ્ટાચારી નીતિને કારણે પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ઉધના ઝોનના આકારણી વિભાગનો ક્લાર્ક ભરત પસ્તાગિયા એક ખાનગી ઓફિસમાં જઈ ૪૦ હજારની લાંચ લેતો હોય એવા સીસીટીવી વાઇરલ થયા છે. લાંચ તો લઈ લીધી, પણ મોટી ઉપાધિ એ છે કે આજે ક્લાર્કનો નોકરીનો છેલ્લો દિવસ છે અને પરેશાનીનો પહેલો દિવસ શરૂ થયો છે. ઉધના ઝોનના આકારણી વિભાગનો ક્લાર્ક એક ખાનગી ઓફિસમાં પૈસા લઈ રહ્યો છે. વાઇરલ થયેલા સીસીટીવીમાં તે ૧૭ મેના રોજ બપોરે ૧૨.૫૪ વાગ્યા આસપાસ ક્લાર્ક ભરત પસ્તાગિયા ખાનગી ઓફિસમાં બેઠો છે. સામેવાળી વ્યક્તિ ટેબલમાંથી ૫૦૦ની નોટનું એક બંડલ કાઢે છે, જેમાંથી ૫૦૦ કેટલીક નોટ બંડલમાંથી કાઢી લે છે અને બાકીનું બંડલ ટેબલ પર મૂકે છે. થોડીવાર આ બંડલ ટેબલ પર પડી રહે છે અને બાદમાં ક્લાર્ક બંડલ ઉઠાવીને પોતાના પેન્ટના ખિસ્સામાં મૂકી દે છે. લાંચ લેતા ક્લાર્કના સીસીટીવી વાઇરલ થયા છે તે ભરત પસ્તાગિયા આજે રિટાયર્ડ થવાનો છે. નોકરીના છેલ્લા દિવસે જ તેના લાંચ લેતા સીસીટીવી વાઇરલ થતાં તેની પરેશાનીનો હવે પ્રારંભ થયો છે. ભરત પસ્તાગિયા સચિન વિસ્તારમાં આવેલી એક ખાનગી ઓફિસમાં પૈસા લેતો નજરે પડ્યો હતો. કોઈ વ્યક્તિ પાસેથી ૪૦ હજાર રૂપિયા લઈ રહ્યો, જેના સીસીટીવી વાઇરલ થયા છે. જાેકે સીસીટીવીમાં કેટલીક જગ્યાએ અવાજ બંધ કરી દેવામા આવ્યો છે, એમાં કેટલાક કોર્પોરેટરો અને અધિકારીનાં નામ બોલી રહ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ પૈસા પાલિકાના ક્લાર્કે શા માટે લીધા એ અંગે કોઇ સ્પષ્ટ થયું નથી. ઉધના ઝોનના ચીફ ઝોનલ ઓફિસર હર્ષદ કીમખાબવાલાએ જણાવ્યું હતું કે ભરત પસ્તાગિયા દ્વારા રૂપિયા લેવામાં આવ્યા હોય એવો વીડિયો સામે આવ્યો છે. એને લઈને અમે શો કોઝ નોટિસ ફટકારી છે. તેઓ આજે જ રિટાયર્ડ થઈ રહ્યા છે. રૂપિયા ૪૦,૦૦૦ લીધા હોવાની વાત સામે આવી છે, પરંતુ આ વીડિયો ક્યારનો છે અને કંઈ બાબતે તેમણે રૂપિયા લીધા છે એ અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી અને અમને પણ કોઈ માહિતી મળી નથી.
નોકરીના છેલ્લા દિવસે મનપા આકારણી વિભાગના ક્લાર્કે ૪૦ હજારનો તોડ કર્યો...
મે 31, 2023
Tags