મોરબીની અવની ચોકડીએ દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થતો હોય જે પાણીના નિકાલ માટેની યોજના હેઠળ પાઈપલાઈન નાખવાનું કામનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું ૩૨.૬૨ લાખના ખર્ચે કામને મંજુરી આપવામાં આવી છે જે કામનું આજે ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ ખાતમુર્હત કર્યું હતું
મોરબીની અવની ચોકડીએ પાંચ વર્ષથી દર ચોમાસે વરસાદી પાણીના ભરાવાનો પ્રશ્ન હોય જેથી સ્થાનિકોએ અનેક રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પાઈપ લાઈન નાખવાના કામને મંજુરી આપવામાં આવી હોય જે કામનું આજે ખાતમુર્હત કરવામાં આવ્યું છે રૂ ૩૨ લાખથી વધુના ખર્ચે અવની ચોકડીથી અવની સોસાયટી સુધી ૪૦૦ મીટર પાઈપ લાઈન નાખવામાં આવશે જે કામગીરી અંદાજે દોઢ માસમાં પૂર્ણ કરી દેવામાં આવશે
જે પ્રસંગે ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા ઉપરાંત વહીવટદાર એન કે મુછાર, ચીફ ઓફિસર ડી સી પરમાર, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, કે એસ અમૃતિયા, જયુભા જાડેજા, રીશીપ કૈલા, ભાવેશભાઈ કણઝારીયા, કેતનભાઈ વિલપરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા
ટ્રાફિક સમસ્યાના નિકાલ માટે કેનાલ રોડ વનવે કરાશે
અવની ચોકડીએ વરસાદી પાણીના ભરાવાની સમસ્યાના ઉપાય માટે કામનું ખાતમુર્હત કરવામાં આવ્યું છે જે પ્રસંગે પૂર્વ પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા સહિતના સ્થાનિકોએ ટ્રાફિક સમસ્યા અંગે ધારાસભ્યને રજૂઆત કરી હતી જેથી ધારાસભ્યએ રવાપર કેનાલ રોડ વનવે કરાશે તેમજ નો પાર્કિંગ કરવામાં આવશે જે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું
આ વર્ષે હજુ સમસ્યાનો સામનો કરવો પડશે
ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ મીડિયા સાથેની વાતચીત દરમીયાન આડકતરો સ્વીકાર કર્યો હતો કે આવતા વર્ષથી સમસ્યા નડશે નહિ મતલબ આ વર્ષે હજુ સ્થાનિકોએ આ ત્રાસ સહન કરવો પડશે તેવું લાગી રહ્યું છે